તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ગુજરાતની એક માત્ર લેબ માટે સાંસદની રજૂઆત

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PET મંજૂરી મળી જાય તો ગુજરાતની મચ્છી નિકાસમાં ઝડપ આવી શકે તેમ છે

દેશમાંથી વિદેશમાં મચ્છીની નિકાસ કરવા માટે MPEDA લેબોરેટરીમાં સીફૂડનું ટેસ્ટીંગ કરાવવું જરૂરી છે અને આવી લેબને PET ની માન્યતા મળેલી હોવી જોઇએ. પરંતુ ગુજરાતમાં એક માત્ર પોરબંદરમાં આવેલી MPEDA લેબને PET ની માન્યતા મળી ન હોવાથી ગુજરાતમાંથી મચ્છીની નિકાસ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાની સાંસદ દ્વારા દેશના વાણિજય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેમજ આવી માન્યતા તુરંત મળે તેવી માંગ કરવામાં આવી છે.

પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડૂકે દેશના વાણિજય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલને રજૂઆત કરી છે કે મચ્છીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ધ મરીન પ્રોડકટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી કે જે MPEDAના ટૂંકા નામથી ઓળખાય છે.

તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પોરબંદરમાં અત્યાધુનિક લેબોરેટરી સ્થાપિત કરવામાં આવી છે. જેમાં આધુનિક મશીનરી દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એન્ટીબાયોટીક ટેસ્ટીંગ કરવામાં આવે છે.

હાલમાં જ આ MPEDA સંગઠનને નેશનલ એક્રીડેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ સેલીબ્રેશન લેબોરેટરી દ્વારા એકસ્પર્ટ ઇન્સપેક્શન કાઉન્સીલ જેવી માન્યતા આપવામાં આવી છે.

પરંતુ આ લેબોરેટરીને પ્રી એકસપોર્ટ ટેસ્ટીંગની મંજૂરી ન મળી હોવાથી હાલ પોરબંદર અને ગુજરાતભરમાંથી સીફૂડ યુરોપ અને અન્ય દેશોમાં નિકાસ કરતા નિકાસકારોને પ્રી એકસપોર્ટ ટેસ્ટીંગ માટે અન્ય રાજયોમાં મોકલવું પડે છે જેને લીધે સમય અને નાણાનો વેડફાટ થાય છે.

તેથી જો પોરબંદરની આ MPEDA લેબોરેટરીને પ્રી એકસપોર્ટ ટેસ્ટીંગ (PET)ની મંજૂરી આપવામાં આવે તો ગુજરાતના મચ્છી નિકાસકારોને ખૂબ ફાયદો થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...