તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદની સુચના:ઓડદરની ગૌશાળામાં ગૌધનના મૃત્યુ અંગે કાર્યવાહી કરવા સાંસદની સુચના

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની બેદરકારીના લીધે ટપોટપ મૃત્યુ પામેલા પશુઓ અંગે ફરિયાદ થઈ હતી

પોરબંદર નગરપાલિકા દ્વારા સંચાલિત ઓડદર ગામની ગૌશાળામાં પશુઓ મૃત્યુ પામ્યા તે અંગેની ફરિયાદ પાલિકાને કરવા છતાં કાર્યવાહી થઇ ન હતી તેથી સાંસદને ફરિયાદ પહોંચાડવામાં આવતા સુચના અપાઇ છે.પોરબંદરના ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા થયેલી ફરિયાદમાં સાંસદને જણાવાયું હતું કે, પોરબંદર શહેરમાંથી નગરપાલિકા દ્વારા ગત વર્ષે 360 ગૌધનને પકડીને બાજુના ઓડદરા ગામ સ્થિત ગૌશાળામાં રાખવામાં આવેલ હતા.

જયારે પકડવામાં આવેલ ત્યારે આ ગૌધન સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા પરંતુ ત્યાં ખુલ્લા મેદાનમાં ભૂખ, તરસ, ટાઢ, તડકો અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 300 જેટલા ગૌધન મોતને ભટયા છે અને હાલમાં ફકત 60 જેટલા ગૌધન ત્યાં હાજર છે. પોરબંદર શહેરના રસ્તા પર રહેતા ગૌધનમાંથી પણ એક વર્ષમાં આટલા ગૌધનના મોત નહી થયા હોય, તો ગૌશાળામાં 300 જેટલા ગૌધનના થવા એ ખૂબ ગંભીર બાબત કહેવાય અને તપાસનો વિષય બની જાય.

નગરપાલિકા જો લોક સુવિધાના નામે આ ગૌધનને પકડે છે તો પહેલા નિયમાનુસાર તેઓના રહેઠાણ, ખોરાક, પાણી અને ડોકટરની યોગ્ય વ્યવસ્થા કરે ત્યારબાદ જ ગૌધનનું રજીસ્ટર નિભાવે તથા ટેગની વ્યવસ્થા કરે. વધુમાં જણાવવાનું કે, નગરપાલિકા રસ્તા પર ના માત્ર બિનમાલીકીના ગૌધનને જ પકડે છે તો માલિકીના નડતરરૂપ ગૌધનને પણ પકડીને તેઓના માલીકો સામે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બને છે. તેવી ફરિયાદ સાંસદને કરતા સાંસદ રમેશ ધડુકે આ મુદે પોરબંદર નગરપાલીકાના તંત્રને સુચના આપીને અને જિલ્લા કલેકટરને પણ જણાવ્યું છે કે, પોરબંદર-છાંયા નગરપાલિકા સંચાલિત ઓડદર ગૌશાળામાં બેદરકારીને કારણે ગૌધન મૃત્યુ અંગે મને રજૂઆત મળેલ છે તેથી કલેકટરશ્રીની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા મારી ભલામણ છે તેમ ઉમેર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...