તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સાંસદે ગ્રાન્ટમાંથી 11 એમ્બ્યુલન્સ ફાળવી, પોરબંદર જિલ્લામાં લોકોને ઇમરજન્સી આરોગ્ય સેવા મળી રહેશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 કરોડથી વધુ રકમ એમ્બ્યુલન્સ માટે ખર્ચી
  • સંસદીય મત વિસ્તારમાં 6 એમ્બ્યુલન્સ ફાળવાઈ, ટૂંક સમયમાં વધારે 5 ફાળવાશે

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને મદદરૂપ થવા પોરબંદરના સાંસદે 2 કરોડથી પણ વધુ રકમની 11 એમ્બુલન્સ પોતાના મત વિસ્તારમાં ફાળવી છે જેમાથી 6 એમ્બુલન્સ અર્પણ કરી દેવામાં આવી છે અને 5 એમ્બુલન્સ ટૂંક સમયમાં અર્પણ કરવામાં આવશે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂકે પોરબંદર સંસદીય મત વિસ્તારની અલગ-અલગ નગરપાલિકા અને પી.એચ.સી. સેન્ટર માટે રૂ. 2065000 ની એક એવી 11 એમ્બુલન્સ પોતાની ગ્રાન્ટમાથી મંજૂર કરાવેલ છે.

જેમાની 6 એમ્બુલન્સ આજે ગોંડલ તાલુકાના રામનાથ ગામ ખાતેથી અર્પણ કરવામાં આવી હતી જે પોરબંદર-છાયા નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, ઉપલેટા નગરપાલિકા, કેશોદ નગરપાલિકા, ભાયાવદર નાગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશોને વિધિવત સુપ્રત કરવામાં આવી. આ સિવાય બાકી રહેતી 5 એમ્બુલન્સની કંપનીમાથી ડેલિવેરી મળતાની સાથે જ બાંટવા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, માણાવદર નગરપાલિકા અને કુતિયાણા તથા જામકંડોરણા પી.એચ.સી. સેન્ટરને ફાળવવામા આવશે. 'C' સર્ટિફાઇડ બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમ ધરાવતી આ આધુનિક એમ્બુલન્સમાં 46 કિલો ઓક્સિજનની 2 બોટલ સાથેની આરોગ્ય સુવિધાઓ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...