તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કમલાબાગ, રૂપાળીબાગનું સંચાલન ખાનગી કંપનીને સોંપવા હિલચાલ

પોરબંદર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નરને ઠરાવ રદ કરવા લેખિતમાં રજૂઆત કરાઇ
 • ખાનગી કંપનીને સંચાલન સોંપવું યોગ્ય નથી : કોંગ્રેસના સુધરાઈ સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો

પોરબંદરના કમલાબાગ અને રૂપાળીબાગનું સંચાલન ખાનગી કંપનીને સોંપવા હિલચાલ થઈ રહી છે ત્યારે કોંગ્રેસના સુધરાઈ સભ્યએ વિરોધ કર્યો છે. પોરબંદર શહેરના રાજાએ કમલાબાગ અને રૂપાળીબાગ શહેરીજનો માટે ભેટમાં આપ્યા હતા. અને તેનું સંચાલન નગરપાલિકા કરી રહી છે. શહેરની મધ્યમાં આવેલ બગીચા શહેરની શોભા વધારે છે અને લોકો બગીચામાં જઈને આનંદ માણતા હોઈ છે. પોરબંદરના કમલાબાગમાં લાખો રૂપિયાના ખર્ચે રોઝ ગાર્ડન સહિતનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે હાલ પોરબંદર છાયા પાલિકા દ્વારા કમલાબાગ અને રૂપાળીબાગ ખાનગી કંપનીને સંચાલન માટે આપવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે પાલિકાના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સૂર્યએ આ અંગે વિરોધ કરતા જણાવ્યું હતું કે પોરબંદરના રાજાએ શહેરીજનોને આ બગીચા ભેટ સ્વરૂપે આપ્યા છે. જેનું જતન પાલિકા કરે છે. પરંતુ કોઈ ખાનગી કંપનીને બગીચાઓનું સંચાલન સોંપવું યોગ્ય નથી. .

હજુ પેરેડાઈઝ વિસ્તારમાં બનાવેલ શોપિંગ મોલની દુકાનો પણ હરરાજી કરી શક્યા નથી. કમલાબાગ અને રૂપાળીબાગ એ શહેરનું ઘરેણું છે તેને પાલિકાએ જ જતન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. અને આ સહિતના મુદ્દા અંગે ઠરાવ રદ કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે.

હજુ ઠરાવ થયો નથી : ચીફ ઓફિસર
કમલાબાગ અને રૂપાળીબાગના સંચાલન ખાનગી કંપનીને આપવા ચર્ચા ચાલે છે. હજુ ઠરાવ થયો નથી. -હેમંત પટેલ, ચીફ ઓફિસર, પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો