રક્ષાબંધન:મા ભવાની દેશના જવાનોની રક્ષા કરે; બહેનો, સરહદ પરના આર્મી જવાનો માટે બહેનોએ અમર રાખડી બનાવી

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેર શક્તિ સેનાની બહેનોએ 300 જેટલી રાખડી તૈયાર કરી

પોરબંદરમાં મહેર શક્તિ સેનાની બહેનો દ્વારા 300 જેટલી રાખડી બનાવવામાં આવી છે. દેશના આર્મી જવાનો માટે બહેનોએ રાખડી તૈયાર કરી છે.ભારત દેશના આર્મી જવાનો દેશની સરહદની સુરક્ષા કરી રહ્યા છે. આ આર્મી જવાનો માટે પોરબંદરના મહેર શક્તિ સેના દ્વારા આ શક્તિ સેનાની બહેનોએ 300 જેટલી રાખડી બનાવી છે. 1 માસથી આ બહેનોએ આર્મી જવાનો માટે રાખડી બનાવતા હતા. દેશની સરહદનું રક્ષણ કરતા આર્મી જવાનોને આ રાખડી મોકલવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મહેર શક્તિ સેનાની બહેનોએ જણાવ્યું હતુંકે, આ રાખડીમાં બહેનોનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અને આર્મી જવાનો માટે આશીર્વાદ સાથે રાખડી બનાવી છે.

સરહદ પરના આર્મી જવાનોની મા ભવાની રક્ષા કરે તેવી ભગવાનને પ્રાર્થના સાથે આ રાખડી મોકલવામાં આવશે. રાખડીઓ તૈયાર કરી અને કવરમાં મુકવામાં આવી છે. આ પ્રસંગે મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, પરબતભાઇ કડેગીયા, મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા નૌધણભાઈ મોઢવાડીયા, મહામંત્રી મંજુબેન મોઢવાડીયા, દેવાભાઈ કડછા, વાલીબેન ભુતિયા, લીલુબેન ઓડેદરા, દેવીબેન ખુંટી, આશાબેન ઓડેદરા, લીરીબેન ઓડેદરા, હીરલબેન ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...