રોગચાળા વકર્યો:માધવપુર ઘેડ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળા વકર્યો

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો
  • ગ્રામજનોએ​​​​​​​ સાવચેતી રાખવી જરૂરી બની, ડીડીટીનો છંટકાવ કરવા માંગ

પોરબંદર જિલ્લામાં કોરોના કેસ નોંધાતા તમામ જનતાને સાવચેતી અને સલામતી રાખવી જરૂરી છે. ચોમાસાના કારણે હવામાન પણ ભેજવાળુ હોવાથી માધવપુર ઘેડ વિસ્તારમાં શરદી, ઉધરસ, તાવ, કળતર, માથાના દુ:ખાવાના દર્દીઓથી તમામ દવાખાનામાં દર્દીઓનો ધસારો છે. આ દરમ્યાન લોકોએ ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી છે.

એકબાજુ વાતાવરણ પ્રદુષણ વાળુ છે બીજી બાજુ નકલી ઘી, દૂધ, છાશ અને ખાણી પીણીઓથી સાવચેત રહેવું જરૂરી છે અત્યારના સમયમાં આમ જનતાને સાવચેત રહી તમામ સ્તરે સૌએ સુંદર તંદુરસ્ત સાથે સલામતી રખવી જરૂરી છે. માધવપુર ગામે અસુવિધાઓથી જનતા જીવન જીવે છે.

ત્યારે આમ જનતા જાગૃત બની પાણીનો બગાડ કરવો નહીં કે જયાં ત્યાં ગંદકી કરવી નહીં અને સ્વચ્છતા જાળવવી તથા ગંદકીના કારણે માખી મચ્છરોના ઉપદ્રવથી જનતાને બચાવીએ જાગૃત નાગરીકોમાંથી માધવપુર ઘેડ વિસ્તારની જનતાને જાણકારી આપવામાં આવી રહી છે. સાથે ગામના તમામ વિસ્તારમાં ડીડીટીનો છંટકાવ પણ કરવામાં આવે અને માખી મચ્છર મકોડી જેવા જીવ જંતુના કારણે ઉપદ્રવ વધેલ છે તે નાબુદ થાય એવી જનતા તરફથી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...