પોરબંદર શહેરના મામલતદાર અર્જુન ચાવડા તથા પુરવઠા ટીમે વિવિધ ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ખાતે વપરાતા ઘરગથ્થુ વપરાસના સસ્તી કિમતના ગેસ સીલીન્ડર અંગે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. જેમા ઢોસા હાઉસ, હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, ગોકુલ ડાઇનિંગ હોલ, કસુંબો રેસ્ટોરન્ટ, કંસાર રેસ્ટોરન્ટ, આશાપુરા રેસ્ટોરન્ટ પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ, હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ વગેરે સ્થળ પર રેસ્ટોરન્ટ ખાતે ઉપયોગમાં લેવાતા ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર અંગે દરોડા પાડવામાં આવ્યા.
જેમાં હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, કસુંબો રેસ્ટોરન્ટ,પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ અને હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ ખાતેથી કુલ એક ડઝન થી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર મળી આવતા આ સિલિન્ડરોને સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે, ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડરનો ભાવ અને ડાઇનિંગ હોલમા વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ અલગ અલગ હોય છે. ઘર ગથ્થુ વપરાશમા વપરાતા ગેસ સીલીન્ડર સસ્તા હોવાથી ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ધારકો આ સીલીન્ડર વાપરતા હોવાથી મામલતદારે સીલીન્ડર સીઝ કરીને કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.