ઉત્તમ કામગીરી:પોરબંદરની 750થી વધુ પીડિત મહિલાઓએ 181ની મદદ લીધી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 400થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાનથી 181ની ટીમે ઉત્તમ કામગીરી કરી

પોરબંદરમાં સલાહ, બચાવ અને પરામર્શને વરેલી જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્રારા 2021થી જુલાઇ 2022 સુધીમાં 750થી વધુ પીડિત મહિલાઓને રેસ્કયુ વાન 181 દ્રારા મદદ મળી છે. જેમાં 400 થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાન કરીને 181 ની ટીમે ઉત્તમ કામગીરી કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા ગુજરાતમા નારી સુરક્ષિત રહી શકે, હરીફરી શકે તથા ઘર પરિવાર કે નોકરી, વ્યવસાય કરી શકે કે જાહેરસ્થળોએ ફરવાની સાથે તહેવારોનો આનંદ કોઇપણ ડર વગર માણે છે. નારી સુરક્ષા માટે કટીબધ્ધ ગુજરાત સરકાર મહિલા ઉત્કર્ષને સતત પ્રોત્સાહન આપે છે.

મહિલાઓ સામાજિક, આર્થિક,શૈક્ષણિક સહિત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રોત્સાહન આપે છે. મહિલાઓ પર થતિ હિંસા અટકાવવા તથા પીડિતાને મદદ કારવા માટે 181 અભયમ સતત 24x7 ગુજરાતની મહિલાઓ માટે કાર્યરત રહે છે.

વર્ષ 2015 થી ગુજરાત સરકારે મહિલાઓને મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબરની ટોલ ફ્રી સેવા ચાલુ કરી છે. જે 24x7 સેવા માટે કાર્યરત હોય છે. પીડિત મહિલા 181 નંબર પર કોલ કરીને સલાહ,બચાવ તથા પરામર્શ મેળવી શકે છે. કેસની ગંભીરતાને ધ્યાને રાખીને 181 ટીમ દ્રારા સ્થળ પર સમાધાન અથવા પીડિતાની ઇચ્છા મુજબ કેસને સરકારી સંસ્થા કે એન.જી.ઓ.મા રીફર કરવામાં આવે છે.

આ સંદર્ભે નોડલ ઓફિસર મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા બેન સાવંતે જણાવ્યું કે, પોરબંદર જિલ્લામાં 181 ની ટીમ દ્વારા સારી અને ઝડપી કામગીરી કરવામાં આવે છે. મહિલાઓ 181 અભયમ એપ પણ ડાઉનલોડ કરી શકે છે, આ એપ માંથી કોલ કર્યા બાદ 181 ની ટીમને પીડિતાનું સીધું લોકેશન મળી રહે છે. જેથી 181 ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી પીડિતાને સલાહ અને માર્ગદર્શન પૂરું પાડે છે.

મુખ્ય આશય મુસીબતના સમયમાં મહિલાનું રેસ્કયુ કરી સુરક્ષિત કરવાનો છે
181 હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કે કોઇપણ હિંસા બાબતે, સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન કે અન્ય સંબંધોના વિખવાદો, તેમજ અન્ય મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.

2 કાઉન્સેલર, 2 કોન્સ્ટેબલ,1 પાયલોટ ફરજ બજાવે છે
અભયમ હેલ્પલાઇન 181 માં 2 કાઉન્સેલર, 2 કોન્સ્ટેબલ તથા એક પાયલોટ ફરજ બજાવે છે. કાઉન્સેલર મીરાબેન માવદિયા, મીનાક્ષીબેન સોલંકી, કોન્સ્ટેબલ કિરણબેન જેઠવા, સેજલબેન પંપાણીયા તથા પાયલોટ કિશનભાઇ દાસા ફરજ બજાવે છે. મહિલાઓ પર થતા કોઇપણ પ્રકારના અત્યાચાર, શારીરિક,માનસિક હિંસાથી પીડિત મહિલા 24 કલાકમાં ગમે ત્યારે 181 નંબર કોલ કરીને મદદ માંગી શકે છે.

અનેક કેસ કાર્યવાહી માટે વિવિધ સરકારી, અર્ધ સરકારી અને એન.જી.ઓ.સુધી લઇ જવાયા
પોરબંદરમાં વર્ષ 2021 માં 470 થી વધુ પીડિત મહિલાઓએ 181 નંબર પર કોલ કરીને મદદ માગી હતી. જેમાં 260 થી વધુ કેસમાં 181 ની ટીમ દ્રારા સ્થળ પર જ સમાધાન કરાવવામા આવ્યું હતું. જ્યારે અન્ય કેસ કાર્યવાહી માટે વિવિધ સરકારી, અર્ધ સરકારી અને એન.જી.ઓ.સુધી લઇ જવાયા હતા. વર્ષ 2022 મા જુલાઇ માસ સુધીમા 280 થી વધુ પીડિતાઓએ 181 હેલ્પલાઇનમાં મદદ માગી હતી. જેમાં 150 થી વધુ કેસમાં સ્થળ પર જ સમાધાન કરી 181ની ટીમે ઉત્તમ કાઉન્સેલીંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...