• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • More Than 600 Swimmers Will Bathe In The Sea, Porbandar Will Host A Two day National Sea Swimming Competition In Compliance With Corona's Guideline: More Than 35 Paralyzed Swimmers Will Join

આયોજન:600થી વધુ તરવૈયા સમુદ્ર સાથે બાથ ભીડશે, પોરબંદરમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે બે દિવસીય રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધા યોજાશે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35થી વધુ દિવ્યાંગ તરવૈયા જોડાશે

પોરબંદરમા આગામી તા. 8 અને 9 જાન્યુઆરીના રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધા યોજાશે જેમાં દેશભર માંથી 600થી વધુ સ્વીમરો સમુદ્ર સાથે બાથ ભીડશે. 35થી વધુ દિવ્યાંગ સ્વીમરો પણ જોડાશે. પોરબંદરના રમણીય દરિયામાં લોકોનો ભય દૂર થાય તેમજ લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે રાષ્ટ્રીય સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન તા. 8 અને 9 જાન્યુઆરીના રોજ યોજાશે. જેમાં તામિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, રૂરલ મહારાષ્ટ્રના, આસામ, ઉત્તરાંચલ, અરુણાચલ સહિત ભરતભર માંથી 600થી વધુ તરવૈયાઓ ભાગ લઈ સમુદ્ર સાથે બાથ ભીડશે.

જેમાં 35 જેટલા પેરા એટલેકે દિવ્યાંગ સ્વીમરો પણ જોડાશે. આ સ્પર્ધા 1, 2, 5 અને 10 કિમીની વિવિધ કેટેગરી વાઇઝ યોજાશે. હાલ કોરોના સંક્રમણ થવાની ભીતિને ધ્યાને લઈને સ્પર્ધકોને બે દિવસના આયોજનમાં અલગ અલગ કેટેગરીમાં સમય મુજબ બોલાવવામાં આવશે. સ્પર્ધકો માટે રેસ્ક્યુઅર તેમજ તબીબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. વિજેતાઓને કેટેગરી મુજબ રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરવામાં આવશે.

13 વર્ષની દિવ્યાંગ દીકરી શ્રીલંકાથી તરણ કરી રેકોર્ડ બનાવશે
કાર્યકરોએ જણાવ્યું હતું કે, જિયા મદનભાઈ રાય નામની 13 વર્ષીય દિવ્યાંગ દીકરી શ્રીલંકા થી સમુદ્રમાં 29 કિમીનું અંતર કાપી રેકોર્ડ બનાવશે. આ ઇવેન્ટમાં પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો આ સ્વિમિંગને પ્રમાણિત કરશે.

સ્પર્ધકો RTPCR ટેસ્ટ કરાવી આવશે
શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના કાર્યકરોએ જણાવ્યું હતું કે, તરણ સ્પર્ધામાં અન્ય રાજ્યો માંથી સ્પર્ધકો આવશે જેથી તેમનો કોરોના RTPCR રિપોર્ટ કરાવવાનો ફરજિયાત રહેશે. ઉપરાંત અહીં પણ આરોગ્ય વિભાગ દ્વારા તેમનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.

ચિપ ઉપર ટાઇમિંગ થશે
સમુદ્રી તરણ સ્પર્ધામાં સ્પર્ધકોને એકી સાથે ભીડમાં ન જવા દેવા માટે હાયર લેવલની સ્ટાર્ટ એન્ડ ચિપ ઉપર ટાઇમિંગ થશે જેથી ચિપ ટાઇમિંગ મુજબ પારદર્શક રીતે સ્પર્ધકોનો નિર્ણય સમય મુજબ નક્કી કરશે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની જેમ ટાઇમિંગ થશે તેમજ દરિયામાં સેન્સર હશે.

અત્યાર સુધીમાં કઈ કેટેગરીમાં કેટલા સ્પર્ધકો જોડાયા?
1 કિમિ સ્પર્ધામાં 6 થી 14 વર્ષના 170 બાળકો તેમજ અન્ય 200, 5 કિમીમાં 90 સ્પર્ધકો, પેરા સ્વીમર 35 સહિત ભારતભર માંથી કુલ 600 સ્પર્ધકો નોંધાયા છે.

સરકાર દ્વારા કોચની સુવિધા જરૂરી
પોરબંદરના સમુદ્રમાં સ્વિમિંગ શીખવા માટે સરકાર દ્વારા કોચની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

રેસ્ક્યુ માટે જવાનો તૈનાત રહેશે
સ્વિમિંગ દરમ્યાન રેસ્ક્યુ માટે નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, માછીમાર સમાજના પીલાણા, રિંગ, બોયા, લાઈફ જાકીટ, 15થી વધુ ક્યાક દ્વારા રેસ્ક્યુની કામગીરી થશે. ઉપરાંત સિવિલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ, 108 એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટરની ટીમ ખડે પગે રહેશે.

અન્ય સમાચારો પણ છે...