માસ પ્રમોશન:પોરબંદર જિલ્લાના 60 હજારથી વધુ બાળકોને વર્ગ બઢતી મળશે, પરિપત્ર મળ્યો નથી

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 1 થી 8 ના છાત્રોને વર્ગ બઢતી આપવાનો નિર્ણય

પોરબંદર જિલ્લાના ધોરણ 1 થી 8ના અંદાજે 60 થી 63 હજાર છાત્રોને વર્ગ બઢતી મળશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23 મા લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે ધોરણ 1 થી 8 ના છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવશે તેવી રાજ્ય મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જેમાં વર્ષ 2022-23મા લેવાયેલ ધોરણ 1 થી 8 ની વાર્ષિક પરીક્ષામા છાત્રોનું પરિણામ જે હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વિના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. કોરોનાની સ્થિતિને કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથામિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંતવાર્ષિક પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામથી અસર વિદ્યાર્થીઓના માસપ્રમોશન પર લાગુ કરવાની રહેશે નહીં.

પોરબંદર જિલ્લામાં 310 સરકારી શાળા અને 113 ખાનગી શાળા ખાતે ધોરણ 1 થી 8ના અંદાજે 60 થી 63 હજાર છાત્રોને વર્ગ બઢતી મળશે. પોરબંદર પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જણાવ્યું હતુંકે, તા. 2 મે ના રોજ રાજ્ય મંત્રી જીતુ વાધાણીએ જાહેરાત કરી છે પરંતુ હજુસુધી શિક્ષણ વિભાગને આ અંગેનો પરિપત્ર મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...