સમસ્યા:PGVCL વર્તુળમાં 50થી વધુ જગ્યા ખાલી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક્ષક ઈજનેર, લાઈનમેન સહિત મહત્વની જગ્યાઓ ખાલી રહેતા કામગીરીને અસર, ભરતી કરવા પોરબંદરનાં સ્થાનિકોમાંથી ઉઠતી માંગ

પોરબંદર પીજીવીસીએલ વર્તુળમાં 50થી વધુ જગ્યા ખાલી છે જેમાં અધિક્ષક ઈજનેર, લાઈનમેન સહિત મહત્વની જગ્યાઓ ખાલી રહેતા કામગીરીને અસર પડી રહી છે આથી ખાલી જગ્યા પર ભરતી કરવા માંગ ઉઠી છે. પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે મહત્વની જગ્યાઓ ખાલી રહેલી છે. વર્તુળ કચેરીમાં પોરબંદર શહેર, રાણાવાવ, કુતિયાણા, બગવદર પંથકના ગામો સહિતના અન્ય શહેરનો પણ સમાવેશ થયેલ છે. ત્યારે પીજીવીસીએલ વર્તુળ કચેરીઓમાં અધિક્ષક ઈજનેરની 1, નાયબ ઇજનેરની 3, સહાયક સચિવની 1, અધિક્ષક હિશાબનીશની 3, જુનિયર એન્જીનીયર 5, જુનિયર પ્રોગ્રામર 1, નાયબ અધિક્ષક એકાઉન્ટ ની 2, સિનિયર આસિસ્ટરન્ટ 1 અને જુનિયર આસિસ્ટન્ટ 3, લાઇન ઇન્સ્પેકટર 4, લાઇનમેનની 18 તેમજ પ્યુન ની 8 જગ્યા સહિત 50થી વધુ જગ્યાઓ ખાલી છે.

આ ખાલી જગ્યાઓમાં ભરતી કરવામાં ન આવતા કામગીરીને અસર પડી રહી છે. ખાસ તો 18 જેટલા લાઇનમેન અને 4 લાઇન ઇન્સ્પેકટર ની જગ્યા ખાલી હોવાથી ફોલ્ટ શોધવાની અને ફોલ્ટ રીપેરીંગ ની કામગીરીને તેમજ ફિલ્ડને લગતી કામગીરીમાં વધુ અસર પડી રહી છે. આથી આ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શું કહે છે ઇન્ચાર્જ અધિક્ષક ઈજનેર?
જગ્યાઓ ખાલી હોવાથી કામગીરીને અસર પડે તે સ્વાભાવિક છે. કચેરી દ્વારા દર માસે વેકેન્સી સ્ટેટમેન્ટ કોર્પોરેટ ઓફિસને મોકલવામાં આવે છે. ત્યાંથી ભરતી અને બઢતીની પ્રક્રિયા થાય છે. > ડી.એમ. કમાણી, ઇન્ચાર્જ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...