પોરબંદરમાં સાગર પરિક્રમાનું આયોજન:માછીમારોને 44 લાખથી વધુની સહાય અપાઈ, વેટ મુક્ત ડીઝલના જથ્થામાં વાર્ષિક 20,000 લીટરનો વધારો જાહેર

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં સાગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું - Divya Bhaskar
પોરબંદરમાં સાગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું
  • પોરબંદરના માછીમારોને મળતા વેટ મુક્ત ડીઝલના જથ્થામાં વાર્ષિક 20,000 લીટરનો વધારો જાહેર કરાયો

કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ આજે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કેન્દ્રીય મત્સ્ય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયું હતું. આ તકે માછીમારોને રૂપિયા 44 લાખથી વધુની સહાય આપવામાં આવી હતી તેમજ રૂપાલાએ માછીમારોને અનેકવિધ સહાય અંગે માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માછીમારો માટે જાહેર કરેલી સહાય

  • કિસાન ક્રેડીટ કાર્ડ અંતર્ગત 5 લાભાર્થી માછીમારોને 34 લાખની સહાય ચૂકવાઇ
  • જૂથ અકસ્માત વિમા સહાય અંતર્ગત 1 લાભાર્થી માછીમારને રૂ. 2 લાખની સહાય
  • મરીન એન્જીનની એટલે કે ફીશીંગ બોટના એન્જીનની ખરદી પર 5 લાભાર્થી માછીમારોને રૂ. 5 લાખથી વધુની સહાય
  • ઓ.બી.એમ. યંત્ર એટલે કે નાની હોડી કે જે પીલાણા તરીકે ઓળખાય છે તેના યંત્રની ખરીદી પર 5 લાભાર્થી માછીમારોને રૂ. 3 લાખની સહાય
  • પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ માછીમાર લાભાર્થીઓને 40 ટકાની સહાયની મંજૂરીના પત્રો એનાયત કરાયા
  • પ્લાસ્ટીક જંબો ક્રેટની ખરીદી માટે 40 ટકાની સહાયની મંજૂરીના પત્રો એનાયત કરાયા
  • પોરબંદરના માછીમારોને મળતા વાર્ષિક વેટ મુકત ડિઝલના જથ્થામાં 2000 લીટરનો વધારો કરાયો.
  • ગીર સોમનાથ-પોરબંદર જીલ્લા સહિતના બંદરોમાં રૂ. 61 કરોડના ખર્ચે ડ્રેજીંગની કામગીરી કરવામાં આવશે તે પૈકીના 21 કરોડના કામગીરીની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.

રૂપાલાએ વિધ સ્થળોની મુલાકાત લીધી
સાગર પરિક્રમા 2022 અંતર્ગત પોરબંદર આવેલા કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ જેટીની, ગાંધી જન્મ ભૂમી કીર્તિમંદિરની મુલાકાત લીધી હતી. પોરબંદરમાં માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા ખારવા સમાજના પંચાયત મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ભગવાનના દર્શન કર્યા હતા.

ડિઝલ ક્વોટામાં વધારો થતા માછીમારોને જંગી ફાયદો થશે
પોરબંદરના માછીમારોને બે પ્રકારે વેટ મુકત ડિઝલ આપવામાં આવે છે. જેમાં એક કેટેગરીમાં વાર્ષિક 21000 લીટર અને બીજી કેટેગરીમાં વાર્ષિક 24000 લીટર વેટ મુકત ડિઝલ આપવામાં આવે છે. જે બંને કેટેગરીમાં 2000 લીટરનો વધારો કરાતા હવે અનુક્રમે વાર્ષિક 23000 અને 26000 લીટર વેટ મુકત ડિઝલ માછીમારોને અપાશે. હાલ પોરબંદરમાં માછીમારોને ડિઝલના વેટ પર માસિક રૂ. 8 કરોડની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં આ વધારો થતા માછીમારોને મળતી આ સહાયમાં પણ જંગી ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...