જંતુનાશક દવાનો છંટકાવ:લમ્પી સ્કિન રોગથી વધુ 3 પશુ સંક્રમિત બન્યા : રસીકરણ કામગીરી શરૂ કરાઇ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઇસોલેશન ખાતે રોગગ્રસ્ત પશુઓને સંસ્થા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરાયો
  • નગર પાલિકા દ્વારા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યો

લમ્પી સ્કિન રોગ અટકાવવા રસીકરણ કામગીરી શરૂ કરાઇ છે. વધુ 3 પશુઓ આ રોગનો ભોગ બન્યા છે. પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યો છે. પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન રોગ વકરી રહ્યો છે. વધુ 3 પશુને આ રોગ થયાનું સામે આવ્યું છે. ગૌવંશમાં લમ્પી સ્કિન રોગનો આંકડો 28એ પહોંચ્યો છે. જેમાંથી શહેરમાં ગૌવંશના કુલ 4 મોત થયા છે.

જીઆઇડીસી ખાતે આઇસોલેશન વોર્ડમાં આ રોગ ગ્રસ્ત ગૌવંશ પશુઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ રોગનું સંક્રમણ વધે નહિ તે માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ કામગીરી શરૂ કરી છે જેમાં ઈન્દ્રેશ્વર ગૌશાળા ખાતે 80 ગૌવંશને રસી આપવામાં આવી છે. અગાવ 253 ગૌવંશને રસી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છેકે, શહેરમાં લમ્પી સ્કિન રોગ ગૌવંશમાં ઝડપી ફેલાઈ રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યો છે. હાલ આઇસોલેશન વોર્ડમાં સંસ્થા દ્વારા પશુઓને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...