સીનીયર સીટીઝનોને બુસ્ટર ડોઝ:જિલ્લામાં 20,000થી વધુ બાળકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરાયા

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગવદર ગામે સીનીયર સીટીઝનોને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ

પોરબંદર જિલ્લામાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે સરકારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જુદા-જુદા સ્થળોએ રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં 15 થી 17 વર્ષના 20,500 થી વધુ બાળકોએ રસી મુકાવીને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે લાખ છત્રીસ હજાર થી વધુ 18 થી 44 વર્ષના નાગરિકોએ પણ કોરોના પ્રતિરોધક રસીનો ડોઝ મુકાવ્યો છે. પોરબંદર જિલ્લાના બાકી રહેતાં નાગરિકો પણ વહેલી તકે રસી મુકાવી અને કોરોના સામે સુરક્ષિત રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લામાં 15 થી 18 વર્ષના તરુણો માટે વેક્સિનેશનની કામગીરી તારીખ 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલ હતી અને જે આજદિન સુધી સરકારી આંકડા મુજબ 20 હજારથી વધુ બાળકોને કોરોના રસીથી સુરક્ષિત બનાવવામાં આવ્યા હતા. હજી પણ બાળકો માટે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની અલગ અલગ શાળા-કોલેજમાં વેક્સિન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...