દરિયા કિનારે મળ્યા ચરસના પેકેટ:પોરબંદરમાં મરીન-એસઓજી પોલીસ સહિતની ટીમોએ શરૂ કરેલા સર્ચ ઓપરેશનમાં 20થી વધુ બિન-વારસી પેકેટો મળ્યા

પોરબંદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી બંદરથી માંગરોળ સુધીના દરિયા કાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન
  • 20 જેટલા શંકાસ્પદ બિન વારસી પેકટો મળી આવ્યા

પોરબંદર પોલીસ દ્વારા દરીયા કિનારા વિસ્તારમા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન માધવપુર આસપાસના દરીયા કિનારા વિસ્તારમાંથી પોલીસને શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. મળતી વિગતો મુજબ નવી બંદરથી માંગરોળ સુધીના દરિયા કાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જે કામગીરી દરમિયાન પોલીસને માધવપુર દરીયા કિનારા આસપાસના વિસ્તારમાંથી 20 જેટલા શંકાસ્પદ બિન વારસી પેકટો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મરીન પોલીસ અને એસઓજીએ તપાસ હાથ ધરી
મરીન પોલીસ અને એસઓજીએ તપાસ હાથ ધરી

શંકાસ્પદ પેકેટો અંગે વધુ તપાસ હાથ ધરવામા આવી
દરિયા કિનારા વિસ્તારમા શંકાસ્પદ પેકેટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે માંગરોળના દરિયા કિનારેથી પણ પણ આજ પ્રકારે ચરસના પેકેટ મળી આવ્યા હતા. હાલ તો પોલીસે એફએસએલની મદદ લઇ શંકાસ્પદ પેકેટો અંગે વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે. પહેલા કચ્છના દરીયા કિનારા વિસ્તારમાંથી અને હવે સૌરાષ્ટ્રના દરીયા કિનારા વિસ્તારોમાંથી શંકાસ્પદ પેકેટો મળી આવતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સામે સવાલ ઉઠ્યા છે.

હાલ તો પોરબંદર પોલીસ દ્વારા જિલ્લાના દરીયા કિનારા વિસ્તારોમાં મરીન પોલીસ અને એસઓજી પોલીસ સહિતની ટીમો બનાવી સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...