વેક્સિનેશન:18 હજારથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વેક્સિનેશન મહાઅભિયાન
  • ​​​​​​​180થી વધુ રસીકરણ કેન્દ્રો ખાતે અને 22 મોબાઇલ વાન દ્વારા આયોજન કરાયું

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે પોરબંદર જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીનું મહા અભિયાન યોજાયું છે. જે અંતર્ગત જિલ્લામાં 180થી વધુ સ્થળોએ 38500 લાભાર્થીઓને કોરોના પ્રતિરોધક રસીના લક્ષ્યાંક સામે બપોરે પાંચ વાગ્યા સુધીમાં 18 હજારથી વધુ લોકોને રસીકરણ કેન્દ્રો ખાતે કોરોનાનો પ્રથમ તથા બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રસીકરણ મથકો પર મોડી રાત્રી સુધી આરોગ્ય કર્મીઓ દ્વારા રસીકરણ હાથ ધરાશે તેવું આયોજન કરાયું હતું.

નેસ, ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં જુદા જુદા 180થી વધુ રસીકરણ કેન્દ્રો તથા 22 મોબાઇલમાં મારફત સ્થળ પર જઈને લાભાર્થીઓને રસી આપીને જિલ્લાને કોરોના મહામારીથી સુરક્ષીત કરવામાં આવી રહ્યા છે. આ મહા કાર્યને પાર પાડવા જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણીના સંકલનમાં ટીમ પોરબંદર દ્વારા તાલુકા લેવલે નોડલ ઓફિસર તથા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે બપોરે પાંચ વાગ્યા સુધીમાં પોરબંદર જિલ્લાના જુદા જુદા રસીકરણ કેન્દ્રો ખાતે 18298 લોકોએ કોરોનાની રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...