કાર્યક્રમ:બાવળવાવમાં 16 લાખથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય સહિત ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા આગેવાનોની ઉપસ્થિતીમાં કાર્યક્રમ સંપન્ન થયો

બાવળવાવ વિસ્તારમાં 16 લાખથી વધુના વિકાસકામોનું ખાતમુહુર્ત, લોકાર્પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. પોરબંદર નજીકના બાવળવાવ-ખિસ્ત્રી ગામે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા સહિતના આગેવાનોના પ્રયાસોથી રૂા.16 લાખથી વધુના જુદાજુદા વિકાસકામો મંજૂર થતાં આ કામોના ખાતમુહુર્ત લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ-કિરીટભાઈ મોઢવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ-પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા પંચાયતના સદસ્ય નરશીભાઈ ખૂંટી, બાવળવાવ/ખિસ્ત્રીના સરપંચ દેવાભાઈ ખિસ્તરીયા ઉપરાંત, જુદાજુદા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાવળવાવ ખિસ્ત્રી ગામે રૂા.16 લાખથી વધુના ખર્ચે જે જુદાજુદા વિકાસકામોનું ખાતમુહુર્ત / લોકાર્પણ કરવામાં આવેલ છે.

તેમાં બાવળવાવ ગામે જૈસા નાથાની ગલીમાં રામ મંદિરની બાજુમાં પેવર બ્લોકનું કામ રૂ।. 102083, ધારથી ડાડાના મંદિર સુધી પાણીની લાઈનનું કામ રૂા. 56809, ઘન કચરાના નિકાલના સાધનો રૂ।. 56809 અને 250000 એમ કુલ 306809, સીકોતેર માતાજીના મંદિરની બાજુમાં ચેકડેમ બનાવવાનું કામ રૂા. 3.50 લાખ, સુકા હાજાના ઘરની બાજુમાં પેવર બ્લોકનું કામ રૂા. 80000 સિમેન્ટ કોંક્રિટ બેન્ચ નંગ-૪ મૂકવાનું કામ રૂા. 100000 તેમજ ખિસ્ત્રી ગામે હનુમાન મંદિરથી સ્મશાન તરફ પેવર બ્લોકનું કામ રૂ।. 169029, સ્મશાને કમ્પાઉન્ડ દિવાલની બાજુમાં પાણીનો ટાંકો 7999, વાછરાડાડાના મંદિરે જાહેર શૌચાલયનું કામ રૂ. 95726, આલા સુકાની વાડી તરફ જતા રસ્તે પુલીયા બનાવવાનું કામ રૂ।. 3.50 લાખ, હાથિયા મલના ઘરની બાજુમાં પેવર બ્લોકનું કામ રૂા. 80000 તથા સિમેન્ટ કોંક્રિટ બેન્ચ નંગ-૪ મૂકવાનું કામ રૂ. 100000 ના કામોનો સમાવેશ થાય છે.

પોતાના ગામોને જુદાજુદા વિકાસકામોની ભેટ આપવા બદલ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા સહિતના આગેવાનોનો ઉપસ્થિત જુદાજુદા સમાજના આગેવાનો અને ગ્રામજનોએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...