બાળકોને મળી ધનુર-ડિપ્થેરીયાની રસી:પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 10 હજાર કરતા વધારે બાળકોને રસી અપાઈ

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારના માર્ગદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ધનુર અને ડિપ્થેરિયા રોગ સામે રક્ષણ મળે તે માટે સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ 1 ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. એક મહિના અને સાત દિવસમાં 10 હજાર 500થી વધુ બાળકોને ધનુરની સાથે સાથે ડિપ્થેરિયા રોગની સામે રક્ષણ મળે તે માટે સાર્વત્રિક રસીકરણ હેઠળ આવરી લેવાયાં છે.

એક માસ અને સાત દિવસમાં 10 હજાર 500થી વધુ બાળકોનું રસીકરણ
આ અગાઉ ફક્ત ધનુરની રસી જ બાળકોને આપવામાં આવતી હતી. પણ હવે ધનુરની સાથે સાથે ડિપ્થેરિયાની રસી પણ મૂકવામાં આવે છે. સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ હેઠળ ધોરણ 5 અને ધોરણ 10માં અભ્યાસ કરતા 10 વર્ષ અને 16 વર્ષના બાળકોને રસીકરણ પ્રોગ્રામ હેઠળ ધનુર અને ડિપ્થેરિયા રસી અપાવી હતી. આ પ્રોગ્રામ હેઠળ શાળાએ જતા અને ન જતા બાળકોને ધનુર અને ડિપ્થેરિયાની રસી આપવામાં આવે છે.

10 વર્ષ અને 16 વર્ષના બાળકોને ધનુર-ડિપ્થેરિયાની રસી અપાઈ
પોરબંદર જિલ્લાની જુદીજુદી આર.બી.એસ.કે ટીમો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આંગણવાડી અને અશા વર્કરો સાથે સંકલન કરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવેના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં છેલ્લા એક માસ અને સાત દિવસમાં 10 હજાર 500થી વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...