કાર્યવાહી:બળેજ ગામે 1 કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જીલ્લાના બળેજ ગામે ભુસ્તર અને ખાણખનીજ દ્વારા કાર્યવાહી અનઅધિકૃત રીતે બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખનન કરતા ભૂમાફિયાઓ ઉપર દરોડો પાડીને 1 કરોડથી વધુની ખનીજચોરી પકડી પાડી હતી અને આ ચોરીમાં સંડોવાયેલા 5 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

પોરબંદર જીલ્લાના બળેજ ગામે ગત તા. 23 ફેબ્રુઆરીના રોજ બળેજ ગામે ટોડારા સીમ વિસ્તારમાં ખાણ ખનીજ ખાતાના માઇન્સ સુપરવાઇઝરએ ગઇકાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે બળેજ ગામેથી ઉસ્માન હનિફ મકરાણી અને દિનેશભાઇ લખમણભાઇ પરમાર નામના શખ્સોએ લાઇમ સ્ટોનની રૂ. 16,78,587 ના કિંમતની ખનીજ ટ્રક નં. GJ-03-V-7617 માં લઇને નાશી ગયા હતા.

જયારે કે લખમણભાઇ ભદુભાઇ તથા રાણાભાઇએ રૂ. 69,06,568 ના કિંમતના લાઇમ સ્ટોનની તથા એક અજાણ્યા શખ્સે રૂ. 20,48,803 ના કિંમતનું લાઇમ સ્ટોન ચોરી કરીને બારોબાર વેંચી દેતા તેઓની ભરવાપાત્ર દંડની રકમ નહીં ભરતા આ પાંચેય શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...