તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBની કાર્યવાહી:પોરબંદરના જમીન વિકાસ નિગમના નિવૃત ખેતી મદદનીશ પાસેથી 1 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • જૂનાગઢ એસીબીની તપાસમાં મામલો સામે આવ્યો
 • આવકની સરખામણીમાં 260.35 ટકા વધુ અપ્રમાણસર મિલકત

જૂનાગઢ એસીબી દ્વારા તપાસ હાથ ધરતા પોરબંદરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ની કચેરીના નિવૃત ખેતી મદદનીશ પાસેથી અપ્રમાણસર રૂ. 1 કરોડ 83 હજારની મિલકત મળી આવી છે જે આવકની સરખામણીએ 260.35 ટકા વધુ છે.આક્ષેપિત તેજાભાઈ લાખાભાઇ ટાઢા, ખેતી મદદનીશ (હાલ નિવૃત), વર્ગ-૩, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી, પોરબંદરનાઓએ રાજય સેવક તરીકે હોદા, વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થા ઇત્યાદી કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણીક રીતે ભ્રષ્ટ રીતરસમોથી કરોડો રૂપિયાની જમીનો મિલ્કતો અને સાધનો પોતાના તેમજ તેઓના પત્નીના નામે ખરીદ કરેલ હોવા અંગેના આક્ષેપો બાબતની અરજી જૂનાગઢ એસીબી કચેરીને મળેલ હતી.

આક્ષેપિત તેજાભાઇ લાખાભાઇ ટાઢા, નિવૃત ખેતી મદદનીશ પોરબંદરનાઓની અપ્રમાણસર મિલ્કતો વસાવ્યા અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવતા તેજાભાઇ લાખાભાઇ ટાઢા તથા તેમના આશ્રીતોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવેલ. તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકાર દ્વારા કરવામાં આવતા આ તેજાભાઇ લાખાભાઈ ટાઢા પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ. 39,90,400 ની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ/રોકાણ રૂ 1,40,73,921 થયેલ છે. જેથી તેઓ દ્વારા રૂ. 1,00,83,521ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલાનુ જણાયેલ છે. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 260.35 ટકા જેટલી વધુ છે.

આ નિવૃત ખેતી મદદનીશ ટાઢા દ્વારા ચેક પીરીયડ તા.1/4/2007 થી તા. 31/3/14 સુધીના સમયગાળામાં કુલ રૂા.20,99,000ની રોકડ રકમ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટોમાં જમા કરાવેલ છે. આક્ષેપિત દ્વારા રોકડ રૂ.68,28,98 પોતાના નામે જંગમ મિલ્કત ખરીદી ખર્ચ પેટે અને અન્ય ખર્ચ તથા રસોડા ખર્ચ કરી ચુકવણી કરેલ છે. ચેક પીરીયડના સમયગાળા દરમિયાન બેંક ખાતાઓમાંથી ઉપાડેલ રોકડ રકમ રૂ. 15,90,700 છે.

આમ પોરબંદરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના નિવૃત ખેતી મદદનીશ પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા તેમની વિરુદ્ધ જૂનાગઢ એસીબી ઇન્ચાર્જ પીઆઇ વી.આર.પટેલે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 1988 (સુધારા કલમ-2018) ની કલમ 13(1) (બી) તથા 13(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો