તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓમાં રાહત:વેપારીઓની અપેક્ષાથી વધુ ફટાકડાની ખરીદી થઇ

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીઓની અપેક્ષા કરતાં વધુ લોકોએ ફટાકડાની ખરીદી કરી : વેંચાણ કરનાર વેપારીઓની સંખ્યા ઘટી

પોરબંદરમાં ફટાકડાની ખરીદી વધી પણ વેચાણ કરનાર વેપારીઓની સંખ્યા ઘટી છે. અને વેપારીઓની અપેક્ષા કરતાં વધુ લોકોએ ફટાકડાની ખરીદી કરી હતી. કોરોના વાયરસની મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર ઠપ થયા હતા અને છેલ્લા ઘણા મહિનાથી કોરોનાના કાળની કપરી પરિસ્થિતિમાં વેપારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બની ગયું હતું.

પરંતુ દિવાળીનો તહેવાર આવતા જ અગાઉની જેમ રાબેતા મુજબ લોકોના મરણ પથારીએ પડેલ નાના-મોટા ધંધા અને સિઝનેબલ ધંધાર્થીઓને પણ જાણે દિવાળી ફળી હોય તેમ બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. હાલ ફટાકડાના વેપારીઓની વાત કરીએ તો ગત વર્ષે પોરબંદરમાં 30થી વધુ સ્ટોલ હતા પરંતુ તેની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર 10 જેટલા સ્ટોલ પર ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં મોટાભાગના વેપારીઓએ નુકસાની વેઠવાના ભયે સ્ટોલ રાખ્યા ન હતા. પરંતુ અમુક વેપારીઓએ ફટાકડાના સ્ટોલ રાખ્યા છે ત્યારે તેઓને જાણે દિવાળીના તહેવાર પર ચાર ચાંદ લાગી ગયા હોય તેમ અમુક સ્ટોલ પર ફટાકડા ખાલી થઈ હતા. અને જાણે કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકો પરેશાન બન્યા બાદ આનંદ ઉલ્લાસથી દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા હોય તેમ નાના ધંધાર્થીઓને ત્યાં ભારે ઘરાઘી જોવા મળી હતી.

ફટાકડાની ખરીદી ચાલુ વર્ષે વધુ માત્રામાં થઈ હતી. પરંતુ ફટાકડાનું વેચાણ કરનાર વેપારીઓની સંખ્યા ઘટી હતી. અને ફટાકડાનું વેચાણ કરનાર વેપારીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી. ત્યારે નાના ભૂલકાઓથી મોટેરા સૌ કોઈએ દિવાળીના તહેવાર પર મન મૂકીને ફટાકડાની ખરીદી કરી હતી. આનંદ ઉલ્લાસથી તહેવારની ઉજવણી કરી છે.

કોરોનાના કાળમાં ફટાકડાનું વેચાણ નહીં થાય તેવા ડરથી ચાલુ વર્ષે સ્ટોલ નથી રાખ્યા
છેલ્લા 25 વર્ષથી સિઝનેબલ વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને દર વર્ષે ફટાકડાનું વેચાણ કરીએ છીએ. શીવાકાશી તમિલનાડુથી પણ પોરબંદરના વેપારીઓ ફટાકડા મંગાવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસના કપળા કાળમાં ફટાકડાનું વેચાણ નહીં થાય તેવા ભયથી મોટાભાગના વેપારીઓએ ફટાકડા મંગાવ્યા નથી. 20 થી 25 હજાર રૂપિયા મંડપનો ખર્ચ, લાઇટ બિલનો ખર્ચ, સિક્યુરિટી ખર્ચ, સ્ટોલના ભાડાનો ખર્ચ સહિતના ખર્ચાઓ કાઢતાં જે નફાનો માલ હોય તેનું વેચાણ અમુક વર્ષે થતું ન હોય અને નુકસાની વેપારીઓને થતી હોય, આવી સ્થિતિમાં કોરોના કાળમાં ફટાકડાના વેચાણમાં નુકસાની થશે તો પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાય છે તેવા ભયથી 20 જેટલા સ્ટોલ ધારકોએ ફટાકડાના સ્ટોલ રાખવાનું માંડી વાળ્યું છે. > પ્રદીપભાઈ કોટેચા સીઝનેબલ વેપારી અગ્રણી

પોરબંદર વાસીઓ સાડા પાંચ કરોડથી વધુના ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરશે
પોરબંદરમાં વનાણા ખાતે ગોડાઉનમાં 6 જેટલા મોટા વેપારીઓ બેથી અઢી કરોડના ફટાકડા મંગાવે છે અને સ્થાનિક અમુક વેપારીઓ અમદાવાદ તથા અન્ય રાજય માંથી દિવાળીના તહેવાર પર ફટાકડા મંગાવે છે ત્યારે જિલ્લા ભરમાં સ્ટોર ધારકો રેકડી ધારકો સહિત ફટાકડાનું વેચાણ કરે છે. દર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ફટાકડાના વેચાણમાં ઘટાડો થયો છે પરંતુ સાડા પાંચ કરોડથી વધુના ફટાકડાની ખરીદી પોરબંદર વાસીઓએ કરી છે. ત્યારે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી સાડા પાંચ કરોડથી વધુના ફટાકડા ફોડી ધામધૂમપૂર્વક પોરબંદરવાસીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો