રાણાવાવ તાલુકાના મોકર પ્રા. શાળાના શિક્ષિકાને મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયો છે. શિક્ષિકા દ્વારા છાત્રોને વિવિધ પ્રવૃત્તિ શિખાડી અભ્યાસમાં પ્રવૃતિશીલ માર્ગદર્શન આપવા બદલ બિરદાવાયા હતા.
ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામે ચિત્રકૂટ ધામ ખાતે સંત મોરારીબાપુના વદર હસ્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્ઠાપૂર્વક કામ કરતા રાજ્ય માંથી 66 શિક્ષકોને ચિત્રકૂટ પારિતોષિક અને રૂ. 25 હજાર રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની મોકર પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવિશાબેન રામજીભાઈ લાખાણાને મોરારીબાપુના વરદ હસ્તે ચિત્રકૂટ પારિતોષિક મળ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, મોકર પ્રાથમિક શાળાના ભાવિશાબેન દ્વારા પ્રવૃત્તિમય શિક્ષણ, યોગાસન, ખેલ મહાકુંભ સહિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ, સાયન્સફેર, ઇનોવેશન ફેર, નેશનલફેર જેવી પ્રવૃતિઓમા સતત સક્રિય રહી આ શાળાને રાજ્ય તથા નેશનલ સુધી પહોંચાડેલ છે. તેણીએ કોરોના જેવી મહામારી વચ્ચે પણ શિક્ષણને જીવંત રાખવાના પ્રયાસ કર્યા હતા. અને બાળકો માટે પ્રગતિશીલ રહી ઓનલાઇન શિક્ષણ, શેરી શિક્ષણ, વાલી સંપર્ક કરવામાં આવેલ. જેની નોંધ લેવાતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરખાસ્ત કરાઈ હતી. ભાવિશાબેનને ચિત્રકૂટ પારિતોષિક મળતા તેઓને ઠેરઠેરથી અભિનંદનની વર્ષા વરસી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.