તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:મિંયાણી ગામે રૂ.70 લાખના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પોરબંદર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપ્રોચ રોડ, મહેર સમાજ, કોળી સમાજના કોમ્યુનિટી હોલ, પેવરબ્લોક તથા કમ્પાઉન્ડ વોલના કામ શરૂ કરાયા

પોરબંદર જિલ્લાના મીયાણી ગામ ખાતે આજે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને રૂ.૭૦ લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા.

જેમાં મીયાણી બંદરથી અપ્રોચ રોડના રૂ.40 લાખ, મીયાણી ગામે મહેર સમાજના કોમ્યુનિટી હોલના રૂ.10 લાખ, મીયાણી ગામે કોળી સમાજના કમ્યુનિટી હોલના રૂ.8 લાખ, મીયાણી ગામે પેવરબ્લોકના રૂ.10 લાખ તથા મીયાણી ગામ ખાતે કમ્પાઉન્ડ વોલના રૂ.1.70 લાખ મળીને કુલ રૂ.70 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત જિલ્લા પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, વિરમભાઇ કારાવદરા, ખીમજીભાઇ, પ્રતાપભાઇ, ભુરાભાઇ કેશવાલા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર - રામ મોઢવાડિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો