• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Missing Mother daughter Duo Found Again In Porbandar; The Missing Woman And 2 Children From Bhomiavdar Village Were Found By The Police Within Days

પોલીસની પ્રસંશનીય કામગીરી:પોરબંદરમાં ગુમ થયેલ માતા-પુત્રીઓ મળી આવ્યા; પોલીસે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બગવદર પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી કે ગત 07-09-2022ના 03થી 07 કલાક દરમિયાન ભોમીયાવદર ગામે એક મહિલા પતિ સાથે સમાન્ય બોલાચાલી થતા પોતે અને તેની 2 બાળકીઓેને લઈને ઘરેથી કોઇને ક્હ્યાં વગર જતા રહ્યાં હતા. અને તપાસ કરતા મળી નહીં આવતા બગવદર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલની જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં હતી.

ગુમ થનાર મહિલા તથા તેની સગીર વયની બંને દિકરીઓને તાત્કાલિક શોધી કાઢવા માટે પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની દ્રારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે મુજબ એચ.સી.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેકટર બગવદર પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો ગુમ થનાર મહિલા તથા તેની બંને બાળકીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ થયા હતા. ગુમ થનાર મહિલાને શોધી કાઢવા માટે નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ આધારે આ મહિલા ભોમીયાવદરથી નીકળીને પોરબંદરથી ગાંધીનગરવાળી એસ.ટી બસમાં બેસ્યાં હોવાની માહિતી મળી હતી. જે અન્વયે બસના કંડકટરનો સંપર્ક કરતા આ મહિલા તથા 2 બાળકીઓ ચાંગોદર ઉતરી ગયાની હકિકત મળી હતી. જે અન્વયે ચાંગોદર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ આ ગુમ થનાર મહિલા અંગે માહિતી આપવા બગવદર પોલીસ સ્ટેશન તરફથી 1 જાહેર રૂપિયાની અપીલ પણ કરવામાં આવી હતી. જે જાહેર અપીલ પ્રેસ-મીડિયા દ્રારા પણ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

આજરોજ પોરબંદર GIDCના એક કારખાનેદારને આ મહિલા તથા બંને બાળકીઓ મળી આવી હતી. તેઓએ બગવદર પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોરબંદર એસ.ઓ.જીના માણસોની ટીમ મોકલી ગુમ થનાર મહિલા તથા બંને બાળકીઓને હસ્તગત કરવામાં આવ્યાં હતાં. ગુમ થનાર મહિલાને બગવદર પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા મહિલાએ જણાવેલ કે, પોતાના પતિ અવાર નવાર મારકુટ કરી હેરાન-પરેશાન કરતા હતા. જેથી પોતાની મરજીથી બંને દિકરીઓને લઇને અગાઉ ચાંગોદર કોઇ કારખાનામાં કામ કરતા હતા ત્યાં મજુરી કરવા જતા રહ્યાં હતા.અને ટ્રેઇનમાં પોરબંદર પરત આવ્યા હતા. અને જીઆઈડીસીમાં મજુરીકામ શોધવા માટે નીકળેલા હોવાની હકિકત જણાવેલ હતી. ત્યારબાદ પોતાના પિતા દેવા રાણા ગોઢાણીયાને બોલાવી મહિલા તથા બંને સગીર વયની બાળકીઓને સોંપી હતી. આમ ગણતરીના દિવસોમાં ગુમ થયેલી મહિલા તથા બંને સગીર બાળાને બગવદર પોલીસ દ્વારા શોધી પ્રસંશનીય કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...