પોરબંદર પોલીસની સફળતા:મધ્યપ્રદેશની ગુમ થયેલ યુવતિ ટુકડા (મિયાણી) ગામેથી મળી

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુરહાનપુર પોલીસે પોરબંદર જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો

મધ્યપ્રદેશની રહેવાસી એક યુવતિ છેલ્લા ત્રણ મહિનાથી કોઇ કારણોસર ગુમ થયેલ હતી. જેને બગવદર પોલીસે શોધી કાઢીને મધ્યપ્રદેશની પોલીસને સોંપી આપેલ છે.

આ બનાવની વિગત એવી છે કે આપલી બેન મિથુન રે.ચીડીયાપાલી ગામ થાણા નેવાનગર જી. બુરહાનપુર મધ્યપ્રદેશ વાળી યુવતી કોઈ કારણોસર છેલ્લા એક વર્ષથી ગુમ થયેલ જે યુવતી ત્રણ મહિનાથી મિયાણી ટુકડા ગામે રહેતા માંડણ ભીમા ઓડેદરા નામના ખેડૂતને ત્યાં ખેત મજૂરી કરી રહેલ અને આ યુવતી ગુમ થતાં તેમના પતિ મિથુન દ્વારા બુરહાનપુર પોલીસમાં ગુમસુદા અંગેની જાણ કરવામાં આવતા બુરહાનપુરના એસપીએ ટેકનિકલ સોર્સ ની મદદથી આ યુવતી પોરબંદર જિલ્લામાં હોય તેવું ફલિત થતાં બુરહાનપુર ટીમ પ્રભારી પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશને આપલીબાઈ ના પતિ મિથુન સાથે આવી બગવદર પોલીસ ને જાણ કરતા બગવદર પોલીસ ના હે.કો.બી.ડી.ગરચર અને W.L.R. પુરીબેન ઓડેદરા એ બુરહાનપુર પોલીસને સાથે રાખી આ યુવતીને ટુકડા મિયાણી ગામે થી માંડણ ભીમા ઓડેદરા રે. ટુકડા મિયાણી ની વાડીએ થી ઝડપી લઇ મધ્યપ્રદેશના બુરહાનપુર પોલીસે તેમની સાથે આવેલ આપલીબાઈ ના પતિ મિથુન સાથે મધ્ય પ્રદેશ જવા રવાના થયેલ છે. બુરહાનપુર પોલીસે પોરબંદર જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.

અન્ય સમાચારો પણ છે...