તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોરબંદરના પાતા ગામની સગીરા પર દુષ્કર્મ

માધવપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આ બનાવમાં પોક્સો અને એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કર્યો

પોરબંદરના પાતા ગામે રહેતા માલધારીની સગીર વયની પુત્રી પર તે જ ગામના એક શખ્સે સગીરાના ઘરના વાળામાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે પોક્સો અને એટ્રોસીટી સહિતના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પાતા ગામના એક વાલીની સગીર વયની પુત્રીને તે જ ગામમાં રહેતા પ્રતાપ નેભાભાઇ પરમાર નામના શખ્સે ફોન કર્યો હતો અને ફોનમાં સગીરને તેના ઘરની બહાર વાળામાં બોલાવી હતી, જ્યાં સગીર જતા પ્રતાપે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહિ પરંતુ બળાત્કાર ગુજાર્યા બાદ સગીરાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હતી.

આ અંગે સગીરાના વાલીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અલગ અલગ ગુન્હા નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ વધુ તપાસ ડી વાયએસપી અશોક સિંઘલે હાથ ધરી છે. દુષ્કર્મના અા બનાવ અંગે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...