તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકીંગ:દૂધની ડેરીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટેનો પાવડર, માલ્ટોઝ સીરપ, પામોલિન તેલ મળ્યું

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દૂધમાં થતી ભેળસેળને અટકાવવા કુતિયાણામાં દૂધની ડેરીઓમાં મામલતદાર સંદિપ જાદવ સહિતની ટીમે ચેકીંગ કર્યું હતું જેમાં દૂધની ડેરી માંથી ઔધોગિક ઉપીયોગ માટેનો પાવડર, માલ્ટોઝ સીરપ, પામોલિન તેલ મળી આવતા સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા છે.

છેલ્લા થોડા સમયથી દુધમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે જે બાબત લક્ષમા લઇને પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ મામલતદાર કુતિયાણાની ટીમ દ્વારા વિવિધ ડેરીઓનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં કુતિયાણા શહેરના લાખા હમીર રાડા નામના વ્યક્તિની વગર પરવાનગીએ ચાલતી ડેરીમાં દુધ તથા દુધના પાઉડરનો જથ્થો ઉપરાંત માલ્ટોઝ સીરપ, પામોલિન તેલ વિગેરે વસ્તુઓ મળી આવી હતી. આથી ફુડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખી સેમ્પલ લેવામાં આવ્યા છે.

રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, માલ્ટોઝ પાવડરનો જે જથ્થો મળી આવ્યો છે તે માત્ર ઔદ્યાગિક ઉપયોગ માટે જ કરી શકાય છે. જેનો વારંવાર ઉપયોગ ડાયાબિટીઝ નોતરી શકે છે. આ પાવડર વેચનાર દુકાનદારોની પણ તપાસ કરવામાં આવશે તથા ગેરરીતી જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...