તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:જિલ્લામાં મેઘમહેર : અમીપુર ડેમના 3 દરવાજા 0.15 મીટર ખોલાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના પાંચ ગામોને સાવચેત કરાયા, ગરેજ, રાતિયા, બળેજ,અમીપુર અને મહિયારી ગામના લોકોને નદીના પટમાં જવા મનાઈ કરાઈ
  • પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં મોસમનો કુલ 140 ટકાથી વધુ વરસાદ નોંધાયો

જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે અમીપુર ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા પોરબંદર જીલ્લાના 5 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

ઢોર, વાહનોને નદીના પ્રવાહમાંથી પસાર નહિ થવા સાવચેત કરાયા
પોરબંદર જીલ્લામાં આ વખતે ચોમાસા દરમ્યાન સરેરાશ 139 થી 149 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે, જેના પરીણામે પોરબંદરની આસપાસના ડેમો અને જળાશયોમાં પાણીની આવક મોટા પ્રમાણમાં વધી ગઇ છે તેમજ તાજેતરમાં છેલ્લા 4 દિવસ દરમ્યાન પોરબંદર જીલ્લા અને આસપાસના જીલ્લાઓમાં પડેલા વરસાદને પગલે પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ગામે આવેલ અમીપુર જળાશયમાં પાણીની આવક વધી જતા આ ડેમના 3 દરવાજાઓ 0.15 મીટર ખોલી નાખવામાં આવ્યા છે. જેના લીધે આ 3 દરવાજાઓમાંથી પ્રતિ સેકન્ડ 55,232 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે, જેના લીધે હેઠવાસના ગામ લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહિ કરવા અને માલ-ઢોર, વાહનોને નદીના પ્રવાહમાંથી પસાર નહિ થવા સાવચેત કરાયા છે.

સંબંધિત તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા સુચના આપવામાં આવી છે. આ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા પોરબંદર જીલ્લાના પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના ગરેજ, રાતીયા અને બળેજ ગામોને તથા કુતિયાણા તાલુકાના અમીપુર અને મહીયારી ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

18.5 ફૂટની ક્ષમતા ધરાવતો અમીપુર ડેમ 15.97 ફૂટ ભરાઇ ગયો
અમીપુર ડેમમાં નવાનીરની આવક થતાં જ ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે 15.97 ફૂટ પાણી ભરાઇ જતાં નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જારી કર્યું છે.

કુલ વરસાદ ડેમ સાઇટ પર 680 મીમી નોંધાયો
અમીપુર ડેમ 18.5 ફૂટ સુધી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે અને હાલ આ ડેમમાં 15.97 ફૂટની સપાટીએ પાણી ભરાઇ ગયુ છે, આ ડેમ કુલ 8 દરવાજા ધરાવે છે અને છેલ્લા ૨૪ કલાકમાં ડેમ સાઇટમાં 10 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે મોસમનો કુલ વરસાદ ડેમ સાઇટ પર 680 મીમી નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...