મેઘાવી માહોલ:પોરબંદર જિલ્લામાં ધીમી ધારે હેત વરસાવતા મેઘરાજા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણામાં 2 ઇંચ, પોરબંદર-રાણાવાવમાં ઝાપટા

પોરબંદર જિલ્લામાં થોડા દિવસોથી મેઘરાજા અવિરત હેત વરસાવતા રહ્યા છે. શુક્રવારે પણ મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે વરસાદ વરસાવતા કુતિયાણામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પોરબંદર શહેરમાં ધુપછાંવ વચ્ચે પણ મેઘરાજા હાઉકલી કરતા રહે છે. શુક્રવારે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કુતિયાણા શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં 59 મીમી જેટલો વરસાદ પડી ગયો હતો જેથી ફરી શહેરના માર્ગો પાણીથી તરબતર થઇ ગયા છે.

કુતિયાણા પંથકમાં હજી ભાદરના પાણી ઓસર્યા નથી ત્યાં ફરીથી વરસાદ ખાબક્યો હતો. જયારે કે પોરબંદર અને રાણાવાવમાં ઝાપટા પડતા નગણ્ય વરસાદ વરસ્યો હતો. ઘેડ અને બરડા પંથકમાં પણ હળવો વરસાદ પડયો હતો. ઘેડ વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે. કુતિયાણા તાલુકામાં 106.5 ટકા, પોરબંદરમાં 102.88, રાણાવાવમાં 95.48 ટકા મોસમનો કુલ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...