કાર્યવાહી:રાતડી ગામે પ્રાંતઅધિકારી અને મામલતદારનું મેગા ઓપરેશન

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 ગેરકાયદે ખાણ માંથી 1.25 કરોડથી વધુના 25 ચકરડી સહિતના સાધનો કબ્જે

રાતડી ગામે પ્રાંતઅધિકારી અને મામલતદાર સહિતની ટીમે દરોડો પાડી 4 ગેરકાયદેસર ખાણ માંથી રૂ. 1.25 કરોડથી વધુના 25 ચકરડી સહિતના સાધનો કબ્જે કર્યા છે.પોરબંદર જિલ્લામાં માધવપુરથી મિયાણી સુધીના દરિયાઈ પટ્ટી પર ખાણ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી અને પથ્થરોનું ખનન થાય છે. ત્યારે ગેરકાયદેસર ખનન અટકાવવા જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ સોમવારે પ્રાંત અધિકારી કે.વી. બાટી, ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવ સહિતની ટીમે રાતડી ગામે દરોડો પાડ્યો હતો. જેમાં નાગાજણ ભૂરા મોઢવાડીયા અને કાંધલ લીલા ઓડેદરા નામના શખ્સ દ્વારા માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે પથ્થરોની 4 ખાણ ચાલુ હતી.

અધિકારીઓએ ગેરકાયદેસર ચાલતી ખાણ માંથી 25 ચકરડી, 8 ટ્રેકટર, 3 ટ્રક, 2 ડોઝર સહિતના મશીનો કબ્જે કર્યા છે. જેની અંદાજીત કિંમત રૂ. 1.25 કરોડ જેટલી થાય છે. હાલ આ મશીનો મિયાણી પોલીસ મથકના પટાંગણમાં રાખવામાં આવશે. અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખાણ પર દરોડો પાડી ઓપરેશન પાર પડયા બાદ ખાણખનીજની ટીમ દ્વારા માપણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાદ આ બન્ને શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...