જાહેરનામું:જિલ્લામાં તા.22એપ્રીલથી તા.5 મે સુધી સભા સરઘસ બંધી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા, અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલા રૂપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવતા પોરબંદરના અધિક જિલ્લા મેજીસ્ટ્રટ એમ.કે.જોષીએ જિલ્લામાં તા.22 એપ્રીલ થી તા.5મી મે સુધી જિલ્લામાં કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક મંડળ, સરકારની નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો, સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...