તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:ઇન્ડિયન મેડિકલ એસો.ની બેઠક, નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની બેઠક યોજાઇ હતી જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પોરબંદરમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનમા જોડાયેલા ડોકટરોની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડો. કૌશિક પરમાર, ઉપપ્રમુખ તરીકે ડો. રાજેન્દ્ર ગોઢાણીયા, સેક્રેટરી ડો. જીતેન વાઢેર, જો.સેક્રેટરી ડો. યુસુફ ભંભાણી અને ટ્રેઝરર ડો. મેહુલ લાખાણીની વરણી થતા અન્ય તબીબોએ તેઓને શુભકામના પાઠવી હતી. આ તકે ઇન્ડિયન મેડિકલ એશો.ના જુનિબોડીના પ્રમુખ ડો. ઉર્વીશ મલકાણએ ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ અર્પણ કરી નવા હોદ્દેદારોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના નવા વરાયેલ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે તબીબોએ સોલ્જર તરીકેની ભૂમિકા ભજવી દર્દીઓની સેવા સારવાર કરી છે. ડોકટર અને દર્દી વચ્ચે આત્મીયતા વધે અને ગેર માન્યતા દૂર થાય તેવા પ્રયાસ કરશું તેમજ એડવાન્સ મોર્ડન મેડિસિન દ્વારા દર્દીઓની સારવાર તેમજ સમાજમાં ડૉક્ટરોની વધુ પ્રતિષ્ઠા વધે તેવા પ્રયાસો કરવામાં આવશે. આરોગ્ય અંગેની જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...