તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા મનોરથ:ભાવસિંહજી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરોમાં મેડિકલ સાધનો અર્પણ કરાયા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓની સારવાર માટે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન આગળ આવ્યું

કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે ડોક્ટરો દિવસ રાત એક કરી રહ્યા છે, ત્યારે આ દર્દીઓની મદદે અનેક દાતાઓ આગળ આવ્યા છે અને ભાવસિંહજી હોસ્પિટલ અનેક લોકો તથા સામાજિક સંસ્થાઓ સાધન સામગ્રી થી માંડીને ટિફિન, ફળો, નારિયેળ પાણી જેવી વસ્તુઓની મદદ પહોચાડી રહ્યા છે.

મૂળ પોરબંદરના અને અનેક દેશોમાં જેમનો બિઝનેશ ચાલી રહ્યો છે તેવા પોરબંદરના પનોતા પુત્ર રિઝવાનભાઈ આડતિયાએ તેમની સામાજિક સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા ભાવસિંહજી હોસ્પિટલ, નર્સિંગ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ, ખેડૂત તાલીમ કેન્દ્ર, અને વનાણા ખાતે આવેલી કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે ઘટતા મેડિકલ સાધનો આપ્યા હતા.

રિઝવાન આડતિયા ફાઉન્ડેશનના એરિયા મેનેજર હેમલભાઈ તન્ના, શિવાની સામાણી, પાર્થ લોઢીયા તથા JCI પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા વગેરે એ ઉપસ્થિત રહી 24 સ્ટ્રેચર, 15 ટ્રૉલી સહિતના મેડિકલ સાધનો દર્દીઓની સારવાર માટે અર્પણ કર્યા હતા. આ ઉપરાંત હજુ ઓક્સિજન સિલિન્ડર, હયુમીડી ફાયર, બેન બ્રિધિંગ સર્કિટ, ઓક્સિજન કોંસ્ટ્રેન્ટેટર અને અન્ય જરૂરી મેડિકલ સાધનો મોકલવા માટે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનનો સ્ટાફ સતત પ્રયત્નશીલ રહેશે તેવું પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...