તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સિવીલ માટે 45 લાખના ખર્ચે મેડીકલ સાધનો ખરીદાશે, 10 વેન્ટીલેટર, આરટીપીસીઆર મશીનની ખરીદી કરાશે

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરના આયોજન માટે ધારાસભ્યએ ગ્રાન્ટ ફાળવી

પોરબંદરના ધારાસભ્ય દ્વારા 45 લાખ રૂપિયાના ખર્ચે મેડીકલ સાધનો આપવામાં આવશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કોરોના વાયરસની સંભવીત ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા દ્વારા વર્ષ 2021-22 ધારાસભ્ય ફંડમાંથી મેડીકલ સાધનો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ માટે 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં 30 લાખ રૂપિયાના ખર્ચે પિડીયાટ્રી વેન્ટીલેટર-10 અને 1-આરટીપીસીઆર મશીન ખરીદવામાં આવશે. બીજી લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે સંભવીત ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે ધારાસભ્ય બોખીરીયાએ ગ્રાન્ટની ફાળવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...