ઠંડી ગાયબ:પોરબંદર શહેરમાં મહતમ તાપમાન 32 ડિગ્રીને પાર

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહતમ તાપમાનમાં સતત વધારો થતા ઠંડી ગાયબ

પોરબંદરમાં બર્ફીલા ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા, જેને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. જેમાં છેલ્લા 2 દિવસથી પવન ફુંકાવાનું બંધ થતા આજે શહેરમાં મહતમ તાપમાનમાં સતત વધારો નોંધાતા તાપમાન 32 ડિગ્રીને પાર થઇ જતા શહેરમાંથી ઠંડી ગાયબ થઇ ગઇ હતી.

પોરબંદરમાં શિયાળાની જમાવટ થઇ હતી અને શિયાળાનો માહોલ બરાબર જામ્યો હતો ત્યાં શહેરમાં ઠંડા પવન ફુંકાવાના બંધ થતા લોકોને ઠંડીમાંથી રાહત મળી ગઇ હતી. શહેરમાં ગઇકાલના મહતમ તાપમાન 30.8 માં 2 ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો અને આજનું મહતમ તાપમાન 32.5 ડિગ્રી સેલ્શીયસ તથા ગઇકાલના લઘુતમ તાપમાન 16.4 ડિગ્રીમાં વધારો નોંધાતા આજનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્શીયસમાં નોંધાયું હતું જેથી ઠંડી સાવ ગાયબ થઇ ગઇ હતી અને બપોરના સમયે ગરમી જેવો માહોલ સર્જાયો હતો. ઠંડીમાં ઘટાડો થતા પોરબંદર વાસીઓએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...