રજૂઆત:છાયા ચોકી હાઇવે પર મસમોટા ગાબડા પડયા, અકસ્માતની ભિતી સમારકામ કરવા માંગ ઉઠી

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

છાયા ચોકી હાઇવે પર મસમોટા ગાબડા પડી ગયા છે જેથી વાહન ચાલકોમા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે આથી યોગ્ય રીતે ગાબડાનું સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના છાયા ચોકી હાઇવે સોમનાથ સુધીનો હાઇવે છે. આ રસ્તા પરથી અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા છે અને ભારે વાહનો પણ પસાર થાય છે. છાયા ચોકી પેટ્રોલપંપ સામે જ મસમોટા ગાબડા પડી ગયા છે અને ગાબડા પર લોખંડ દેખાઈ રહ્યું છે. આવા સંજોગોમાં વાહન ગાબડા માંથી પસાર થાય તો વાહનો સ્લીપ થવાનો તથા અસકમાત થવાનો ભય રહે છે તેમજ વાહન સ્લીપ થવાનો ભય રહે છે.

જેથી વાહન ચાલકો ગાબડાની સાઈડ માંથી વાહન હંકારે છે જેના કારણે અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું હતુંકે, આ મસમોટા ગાબડામાંથી અનેક વાહનો પસાર થાય છે અને કેટલાક વાહન ચાલકો ખાબકી જાય છે. વાહનોને નુકશાન થાય છે. આગામી સમયમાં ચોમાસામાં આ ગાબડામા વરસાદી પાણી ભરાશે તો અકસ્માતોની સંભાવના વધી જશે જેથી તાકીદે આ મસમોટા ગાબડામાં ભરતી ભરવાને બદલે યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...