શ્રીરામ સર્વજ્ઞાતિય સમુહલગ્ન સમીતી દ્વારા આયોજિત કોરોનાકાળ દરમીયાન ઉદભવેલી આર્થિક, પારીવારીક અને માનવ જીવનની કરુણ સ્થિતીએ અનાથ નિરાઘાર 7 ગરીબ દીકરીઓના ઘામઘુમ પુર્વકના શુભ સમુહલગ્ન ગત રવીવારે પટેલ સમાજવાડી ખાતે સ્વસ્તિક ગ્રુપ, વલ્લભપ્રભુ સત્સંગ મંડળ, નવુ જલારામમંદિર, રામેશ્ચર મહીલા સત્સંગ મંડળ, પ્રવિણભાઈ દાવડા, જીજ્ઞેશભાઈ કોટેચા, ઉત્સવભાઈ રુપારેલીયા સહિત અન્ય સહયોગી દ્વારા યોજાયેલ.
આ પ્રસંગે પ.પુ 108 ગૌસ્વામી વંસતરાયજી મહારાજ, સ્વામી બદ્રીનાથજી વનમાલી, કથાકાર જીવણ ભગત ભગવતી અન્નક્ષેત્ર, મુળ દ્વારકાધીશ મંદીર પુજારી બલદેવગીરી બાપુ, ખિમેશ્ચર મહાદેવ મંદિર પુજારી, બિલેશ્ચર મહાદેવ મંદીર પુજારી, ખોડીયાર મંદીર પુજારી હિતેષબાપુ, સંતો મંહતો સાથે પવનભાઈ શીયાળ વાણોટ ખારવા સમાજ આ દિકરીઓના શુભ વિવાહ પ્રસંગે હાજર રહ્યા હતા. અને સહયોગી બન્યા હતા. દીકરીઓને 121 કરીયાવર ભેટ સ્વરૂપે આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.