તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પોરબંદરમાં રક્તદાતાઓને માસ્ક અને સેનીટાઇઝરનું વિના મૂલ્યે વિતરણ કરાયું

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં જ્યારે લોહીની અસત સર્જાતી હોય તે સમય દરમિયાન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો વિવિધ સંસ્થાઓ તેમજ સેવાભાવી રક્તદાતા ગ્રુપનો સંપર્ક કરીને તેઓને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. ઉપરાંત દરેક કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા વિવિધ ગિફ્ટ પણ રેડક્રોસ સોસાયટી દ્વારા આપવામાં આવે છે.

તાજેતરમાં જ સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દરેક રક્તદાતાઓને માસ્ક તેમજ સેનીટાઇઝરની બોટલ આપવામાં આવી હતી. દરેક દાતાઓને રેડક્રોસ સંસ્થા તરફથી સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. ઉપરાંત દરેક કેમ્પમાં રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો અને સેવાભાવિ કાર્યકરો મદદરૂપ થવા હાજર રહે છે. આમ રેડક્રોસ સોસાયટી દ્વારા વધુ એક વખત સેવાકીય પ્રવૃત્તિ યોજાતા ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો