કોરોનાનો કહેર:મુસાફરોને માસ્ક - સ્કેનિંગ ફરજિયાત કરાયું, ST બસના કંડક્ટર જ બેલગામ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બસમાં માસ્ક વિના મુસાફરોને ટિકીટ કાપતા કંડક્ટર કેમેરામાં કેદ થયા - Divya Bhaskar
બસમાં માસ્ક વિના મુસાફરોને ટિકીટ કાપતા કંડક્ટર કેમેરામાં કેદ થયા
  • માસ્ક પહેર્યા વિના ટિકિટ કાપતા કંડકટર પર કાર્યવાહી કરવા માંગ ઉઠી

પોરબંદરમાં બસમાં ચડતા પહેલા મુસાફરોને માસ્ક અને સ્કેનિંગ ફરજિયાત કરાયું હોવા છતા કંડકટર જ બે લગામ બન્યા હોય તેમ માસ્ક પહેર્યા વગર ટિકિટ કાપતા હોવાથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે મુસાફરોને અંતર જાળવી મુસાફરી કરવા માટેના નિયમની ચુસ્ત પણે અમલવારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અને એસટીમાં પણ મર્યાદિત મુસાફરોને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. એસ.ટી.માં મુસાફરી કરતી વખતે મુસાફરનું સ્કેનિંગ કરવું તેમજ માસ્ક પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરની બસમા કંડકટર જ માસ્ક પહેર્યા વગર મુસાફરોની ટીકીટ કાપતા હોવાનું નજરે પડ્યું છે. કંડકટરને જ મુસાફરો પાસે સરકારના નિયમોની ચુસ્તપણે અમલવારી કરાવવાની હોય છે પરંતુ અહીં તો કંડકટર જાણે બેલગામ બન્યો હોય તેમ સરકારના નિયમોની ઐસીતૈસી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે તાત્કાલિક ધોરણે ડેપો મેનેજર દ્વારા બેલગામ બનેલ કંડકટર પર લગામ લગાવવામાં આવે અને કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...