ફરિયાદ:પત્ની સાથે છૂટાછેડા લીધા વિના અન્ય સાથે લગ્ન કર્યા

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામની ઘટના
  • પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી

પોરબંદર જિલ્લાના આદિત્યાણા શહેરમાં 1 યુવકે પહેલી પત્નીથી છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લેતા તેની પહેલી પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રહેતા પરબતભાઇ ગાંગાભાઇ ડાકી નામના શખ્સના લગ્ન અગાઉ થઇ ગયેલા હોવા છતાં તેમજ તેની પ્રથમ પત્ની હયાત હોવા છતાં.

અને પ્રથમ પત્ની સાથે છૂટાછેડા ન થયેલ હોવા છતાં આ શખ્સે પોરબંદરના કુંભારવાડામાં રહેતા મંજુબેન કાળાભાઇ વાઠીયા નામની મહિલા સાથે બીજા લગ્ન કરતા મંજુબેને તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરબતભાઇ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના PSI વી. કે. જાડેજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...