આયોજન:પાલિકા દ્વારા સમૂહ લગ્નમાં સ્થળ પર જ મેરેજ સર્ટિફિકેટ અપાય છે

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષમાં 462 મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા

નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ મેળવવા માટે પાલિકા કચેરીએ જઈ અને ડોક્યુમેન્ટ રજૂ કરી અને મેળવવું પડે છે. પરંતુ પોરબંદર નગરપાલિકા દ્વારા સમૂહ લગ્નમાં લગ્નગ્રંથીથી જોડાનાર દંપતીને સ્થળ ઉપર જ આ સર્ટિફિકેટ આપવાનું આયોજન કર્યું છે.

તાજેતરમાં જ મહેર સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં 21 નવદંપતીને સ્થળ ઉપર જ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત સમૂહ શાદી કાર્યક્રમમાં પણ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સંસ્થાઓ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ભાગ લેનાર દંપતીને મેરેજ સર્ટિફિકેટ માટે પાલિકા કચેરી ખાતે ધક્કો ન ખાવો પડે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં વર્ષ 2021 માં 1965 મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે તો વર્ષ 2022 માં અત્યાર સુધીમાં 462 મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

પોરબંદર નગરપાલિકા દ્વારા સમૂહ લગ્નમાં લગ્ન કરનાર દંપતી અને સ્થળ પર જ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવે છે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને તેમની આ કામગીરીને સામાજિક સંસ્થાઓએ પણ બિરદાવી છે. અત્રે નોંધનીય છેકે, લગ્નની નોંધ કરાવવી ખુબજ જરૂરી છે જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવામાં અતિ મહત્વનો પુરાવો છે.

અન્ય સમાચારો પણ છે...