તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટીંગ મેળો:પોરબંદરમાં ઘર વપરાશની ચીજ વસ્તુઓનો માર્કેટીંગ મેળો યોજાયો

ગોસા(ઘેડ)7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્યએ મેળામાંથી ખરીદી કરીને મહિલાનો ઉત્સાહ વધાર્યો

હાલ કોરોનાકાળમાં અનેક ધંધા-રોજગાર અને વ્યવસાયો મંદીની ઝપટમાં આવી ગયા છે ત્યારે સહિયર નામની સંસ્થા સ્થાનિક મહિલાઓને ગૃહઉદ્યોગ દ્વારા વિવિધ ઘર વપરાશની ચીજવસ્તુઓ બનાવવા પ્રોત્સાહિત કરે છે અને સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવાયેલી આવી ચીજ-વસ્તુઓના વેચાણ માટે પ્રદર્શન અને માર્કેટીંગ મેળાઓ યોજી રહી છે. જે અંતર્ગત જ્યુબેલી વિસ્તારમાં આવેલ બ્રહ્મસમાજની વાડી ખાતે એક માર્કેટીંગ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં સ્થાનિક મહિલાઓ દ્વારા ગૃહઉદ્યોગો ચલાવીને તૈયાર કરેલી વિવિધ ઘર વપરાશી ચીજવસ્તુઓ જેવી કે વેફર્સ,અવનવા અથાણાં, ઠાકોરજીના વાઘાં, કુર્તી, લેંગીસ, ગાઉન, બોટલ ઉપર ડિઝાઈન, કટલેરી, ઝવેલરી સહિતની અનેક વસ્તુઓના વેચાણ માટે એક માર્કેટીંગ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિતના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને આ મેળામાંથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરીને પોતાના ઘરે ગૃહઉદ્યોગ ચલાવીને આર્થિક ઉપાર્જન કરતી સ્થાનિક મહિલાઓન ે પ્રોત્સાહિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો