તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોબાઈલ પર ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સના નામ ખુલ્યા, રૂ. 5,000નો મુદ્દામાલ કબ્જે

પોરબંદરના નાગરવાડા વિસ્તારમા જાહેરમાં મોબાઈલ પર ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો હતો. જેમાં બે શખ્સના નામ ખુલ્યા છે. 5,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોરબંદરના માણેકચોક વિસ્તારમાં રહેતો ભાવિક ખીલોસીયા નામનો શખ્સ નાગરવાડા વિસ્તારમાં જાહેરમાં મોબાઈલ ફોન પર ઇંગ્લેન્ડ તથા ન્યુઝીલેન્ડની ટેસ્ટ ક્રિકેટ મેચ પર ખેલાડીઓના રનફેર અને ઓવર પર હારજીતનો ઓનલાઈન જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી આ શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો અને રૂ. 5000નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સની પુરછપરછ કરતા આઇડી અનુક્રમે મદદગીરી કરનાર તાલાળા નો અજય ચીમન કંટારીયા તથા પ્રકાશ જાનીનું નામ ખુલતા પોલીસે તેમની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...