તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:જમીનના મનદુઃખમાં ભાઈ ભાભી પર શખ્સનો હુમલો

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગા ભાઈ ભાભી ને પરિવારના સભ્યોએ લાકડી વડે માર મારી ધમકી આપી

ઇશ્વરીયા ગામે મોરપીરના દરગાહ પાસે રહેતા ઇબ્રાહિમ કાસમ ધાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ ત્રણ સગા ભાઈઓ છે અને ત્રણેય ભાઈઓના ભાગે 6-6 વિધા ખેતીની જમીન ભાગમાં આવેલ છે.

તેઓના માતા પિતા ઇબ્રાહિમ સાથે રહેતા હોય અને તેઓની 6 વિધા જમીન પણ ઇબ્રાહિમ વાવતો હોય, ગત વર્ષે તેઓની તથા તેમના માતા પિતાની જમીનનું ભાગીયું આપતા તેનો સગો ભાઈ ઇસ્માઇલ કાસમ ભાગીયું આપવા દેવા માંગતો ન હોય અને ભાઈને તેની બાજુમાં રહેવા દેવા માંગતા ન હોય જે વાતનું મનદુઃખ રાખી ઇબ્રાહિમના પત્નીને મન ફાવે તેમ બોલતા હતા જેથી ઇબ્રાહિમ સમજાવવા જતા તેના ભાઈ ઇસ્માઇલ તથા તેની પત્નીએ ગાળો કાઢી લાકડી વડે ઇબ્રાહિમ અને તેની પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇસ્માઇલ અને તેની પત્ની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...