કાર્યવાહી:પોરબંદરમાં નજીવી બાબતે મહિલા પર શખ્સનો હુમલો, ભંગાર ભેગો કરવા મુદ્દે બોલાચાલી થતા મહિલાને માર માર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના કોળીવાડ વિસ્તારમાં એક મહિલાએ ભંગાર ભેગો કરવાના મુદ્દે એક શખ્સ સાથે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોરબંદરમાં છાંયા વિસ્તારમાં રહેતા આશાબેન દિપકભાઇ સોલંકી પોતાના જૂના ઘરે સાફ સફાઇ કરવા ગયેલા હતા અને ભંગાર ભેગો કરતા હતા. ત્યારે ત્યાં રહેતા આસીફભાઇ કસમાણી નામના શખ્સે તેમને કહ્યું હતું કે તમારો ભંગાર મારા મોટર સાયકલમાં અડી જશે તો નુકશાની થશે. ત્યારે આશાબેને કહેલ કે તમારા મોટર સાયકલમાં મારા ભંગારના પાઇપો અડેલ નથીને. તેમ કહેતા આસીફભાઇએ કહેલ ભંગાર મારા મોટર સાયકલમાં અડી જશે તો તારું શું તોડી લેવું એમ કહીને આસીફભાઇએ જાહેરમાં ભુંડી ગાળો કાઢી હતી સાડીનો છેડો પકડીને મુક્કા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI જે. ડી. દેસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...