તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાણાવાવમાં 24 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

પોરબંદર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ રૂ.13,200 નો મુદામાલ જપ્ત કરાયો

પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરના એક રહેણાંક મકાનની અંદર ઈગ્લીંશ દારૂની ૨૪ બોટલો સંતાડનાર શખ્સને પોલીસે ઝડપી, કુલ રૂ.૧૩,૨૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જીલ્લાના રાણાવાવ શહેરના જુમા મસ્જીદ રોડ પરના સૈયદ ફળીયામાં રહેતો શબીર જુસબ પડીયાર નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ઈગ્લીંશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૨૪ નંગ બોટલો સંતાડી છે તેવી ચોક્કસ હકીકતના આધારે પોલીસે શબીરના મકાને દરોડો પાડતા, મકાનમાંથી રૂ.૧૩,૨૦૦/- ની કિંમતનો ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ભારતીય બનાવટના ઈગ્લીંશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૨૪ નંગ બોટલો જપ્ત કરી હતી અને આરોપી શબીર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો