તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોરબંદરમાંથી 103 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • બાઇક સહિત રૂ.81,200નો મુદ્દામાલ જપ્ત કર્યો

પોરબંદરમાં મોટરસાઇકલમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઈગ્લીંશ દારૂની 103 બોટલો સાથે ઝડપાયો હતો, જેથી પોલીસે સ્કૂટર સહિત રૂ.81,200 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના GIDC વિસ્તારમાંથી મોટર સાઇકલ નં.-GJ-25-M-2170 ને ચલાવીને નીકળનાર છાંયાના જમાતખાના પાસે રહેતો લીનેશ મગનભાઇ વાઢેર નામના શખ્સને પોલીસે અટકાવ્યો હતો અને તેની ઝડતી લેતા મોટરસાઇકલની ડેકીમાંથી ઈગ્લીંશ દારૂની વિવિધ બ્રાન્ડની 103 બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આરોપી લીનેશને ઝડપીને આગવી ઢબે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો વેરાવળના પ્રણવ વાજા નામના શખ્સ પાસેથી વેચાણે લીધાની કબૂલાત આપતા પોલીસે પ્રણવ વાજા સામે પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો