પોરબંદરમાં છેલ્લા થોડા સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી પકડવા માટે અવાર નવાર દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે. આવો જ એક દરોડો પાડવા પોરબંદરના મામલતદાર નિકળ્યા ત્યારે 2 શખ્સોએ તેમનો પીછો કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેર મામલતદાર અર્જુનભાઇ રાજેશભાઇ ચાવડાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે ગત બુધવારે રાત્રીના 11.15 વાગ્યાના અરશામાં તેઓ કલેકટરના હુકમ મુજબ ટીમ નં. 9 ને લઇને ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર ખનીજની હેરફેર અટકાવવા ઓચીંતો દરોડો પાડવા નીકળ્યા હતા ત્યારે રાતીયા ગામ પાસે જયારે તેઓ પહોંચ્યા ત્યાં બળેજ ગામના ભરત ઉર્ફે હાજાભાઇ પરમાર અને તે જ ગામના લખમણ હરદાસ દાસાએ પોતાની મોટરકાર નં. GJ-10-DJ-5291 માં બેસી મામલતદારના વાહનનો પીછો કરી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. મામલતદારે આવી પોલીસ ફરિયાદ માધવપુર પોલીસ સ્ટેશનમાં કરતા વધુ તપાસ PSI એમ. એલ. પરમારે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.