ક્રાઇમ:છોકરીઓના ફોટા વાયરલ કરવાની ના પાડતા મામા- ભાણેજ પર હુમલો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર શહેરના નાગરવાડાની ઘટના
  • છરી વડે હુમલો કરનારા 3 શખ્સો સામે ગુન્હો નોંધાયો

પોરબંદરના નાગરવાડામાં રહેતા મામા-ભાણેજ પર 3 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ફરિયાદીના મામાએ લત્તાની છોકરીઓના ફોટા વાયરલ કરવાની ના પાડીને ઠપકો આપ્યો હતો તે બાબતનું મનદુ:ખ રાખીને 3 શખ્સોએ છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

નાગરવાડામાં રહેતા રાજ નીતીનભાઇ મોતીવરસએ પોલીસમાં ફરિયાદ કરી છે કે તેના મામા ભરતભાઇએ રાહુલ કાનજી ખોરાવાને એકાદ વર્ષ પહેલા રાજના લતાની છોકરીઓના ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યા હતા ત્યારે ભરતભાઇએ તેમને આમ નહીં કરવા ઠપકો આપેલ હતો. જે બાબતનું મનદુ:ખ રાખીને રાહુલ ખોરાવા, હેમલ રમેશ લોઢારી અને ગૌરવ સંજય ચામડીયાએ ભરતભાઇને ભુંડી ગાળો કાઢીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા રાજને છરીનો એક ઘા મારી દીધો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તમામ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI જે. ડી. દેસાઇએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...