સમસ્યા:રાણાવાવના બરડા ડુંગરમાં રહેતાં માલધારીના બાળકો શિક્ષણથી વંચિત

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ કાર્યકરોએ આ વિસ્તારોની મુલાકાત લઇ અનેક સમસ્યાઓ જાણી

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બરડા ડુંગરમાં રહેતાં અલગ અલગ વિસ્તારના ભૂગબરા નેસ, વીડી નેસ, ખાડા નેસ, અજમાપઠ અને સાત વીરડા નેસડાઓની મુલાકાત કરી હતી. માલધારીઓની અલગ અલગ સમસ્યાઓ જાણી હતી અને અલગ અલગ નેસમાં રહેતાં માલધારીઓની વેદનાં અનેક તકલીફો જાણી હતી. અનેક બાળકો શિક્ષણ થી વંચિત રહેતા હોય તેવું નજરે નિહાળ્યું હતુ.

હાલમા બાળકોનો ભવિષ્ય અંધકારમય હોય તેવું નજરે નિહાળ્યું હતું અને જે શિક્ષણ ચાલું હતું તે હાલમાં આ સરકારે બંધ કરી દીધેલ હોય અને આગામી દિવસોમા કોંગ્રેસ પાર્ટી દ્વારા ફરીથી ચાલુ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે હું ખુદ માલધારીઓના પરિવારમાંથી આવું છું અને મેં ખુદ ગાયો ભેંસો ચરાવેલી છે એટલે માલધારીઓની વેદનાં જાણું છું અને આગામી દિવસોમાં માલધારીઓ માટે ગમે તે પગલાં લેવાં પડે તો હું અચકાઇશ નહીં ત્યારે અમારાં કોંગ્રેસ આગેવાનો સાથે લઇને મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ આગેવાન ગલાભાઈ રબારી, ડાયાભાઇ રબારી, ભાયાભાઈ રબારી, રાજવીર ભાઈ મોઢવાડિયા, આદિત્યાણા કોંગ્રેસ આગેવાન વર્ષાબેન ખુંટી, આસિસ્ટન્ટ આરતીબેન મોઢવાડીયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...